જિલ્લામાં કરફ્યુ ભંગ તેમજ આરટીપીસીઆર રિપોર્ટ નહિ કરાવી અને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કોવિડના જાહેરનામા ભંગના કુલ 30 ગુન્હા નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર ભલે ઘટી ગયું હોય છતાં સાવચેતી ખાતર સરકાર દ્વારા લાગુ કરાયેલા કોવિડના આલગ અલગ જાહેરનામાનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવ્યો છે અને મોરબી જિલ્લામાં શનિવારે પોલીસે માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 16 રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. આમ, શનિવારે 24 કલાક દરમિયાન જિલ્લામાં કરફ્યુ ભંગ તેમજ આરટીપીસીઆર રિપોર્ટ નહિ કરાવી અને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કોવિડના જાહેરનામા ભંગના કુલ 30 ગુન્હા નોંધાયા હતા. મોરબી શહેરમાં રાત્રી કરફ્યુ ભંગ કરતા રીક્ષાચાલક સહિત 4, માસ્કનો ભંગ કરતા ડેરીની દુકાનના માલિક સહિત 3, આરટીપીસીઆર રિપોર્ટ નહિ કરાવી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 9 રીક્ષાચાલકો, વાંકાનેર પંથકમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા કટલેરીની દુકાનના માલિક, બાઈકચાલક, કારચાલક તેમજ માસ્ક વિના જાહેરમાં નીકળેલા 1, માળીયા પંથકમાં આરટીપીસીઆર રિપોર્ટ નહિ કરાવી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પાન મસાલાના દુકાનદાર સહિત ત્રણ ધંધાર્થીઓ, ટંકારા પથકમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો તેમજ હળવદ પંથકમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષા ચાલકો અને આરટીપીસીઆર રિપોર્ટ નહિ કરાવનાર શાકભાજીની લારીના ધારક સહિત 30 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.