અમરેલીમાં બકરા ચોર ઝડપાઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામેથી એક મહિના પૂર્વે ફોર વ્હીલમાં આવી અજાણ્યા તસ્કરો ત્રણ પશુપાલકોના 16 બકરા ચોરી કરી ગયા બાદ આ તસ્કરો અમરેલી જિલ્લામાં પકડાઈ જતા ટંકારામાં બકરા ચોર્યાનું કબુલતા પશુપાલકો દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામેથી એક મહિના પૂર્વે ફોર વ્હીલમાં આવી અજાણ્યા તસ્કરો ત્રણ પશુપાલકોના 16 બકરા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ જાકીરહુશેન આહમદભાઈ રતનીયા, રહે- અમરાપર(ટોળ) વાળાએ નોંધાવી છે, વધુમાં ફરિયાદીની સાથે ઇલ્મુદીનભાઈ અલીભાઈ કડીવાર તથા નજરૂદીનભાઈ અલીભાઈ કડીવારના બકરા પણ ચોરી કરાયા હોય અને તસ્કરો અમરેલી જિલ્લામાં પકડાઈ જતા ટંકારામાં બકરા ચોર્યાનું કબુલતા ત્રણેય આસામીઓએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.