પોલીસ દ્વારા એક મહિલા આરોપીની શોધખોળ ચાલુ હળવદ : થોડા દિવસો પહેલા હળવદના સુંદરગઢ ગામે બાઇક ભટકાવવાની માથાકૂટ મુદ્દે મામલો બીચકાતા બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષના લોકોએ સામસામા હથિયારો લઈને મારામારી કરતા બન્ને પક્ષના કુલ 8થી વધુ લોકોને ઇજા થઇ હતી. જેમાં બન્ને પક્ષના લોકોએ એકબીજા પર હુમલાઓ કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ બનાવમાં બંને પક્ષના મળી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા એક મહિલા આરોપીની શોધખોળ ચાલુ છે. ગત તા. 9ના રોજ હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતા વિપુલભાઈ મેરાભાઇ ચરમારી (ઉં.વ. 26) સુંદરગઢ ગામે રામજી મંદિર ચોક પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી નવઘણભાઈ ખંભાડીયાના બાઈક સાથે અથડાયું હતું. જે બાબતનો ખાર રાખીને બંને જૂથ વચ્ચે મારમારી થઇ હતી અને બન્ને પક્ષના ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાઈ હતી. જેથી, ગઈકાલે પોલીસે હાલમાં બન્ને પક્ષના મળી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વિપુલભાઈ મેરાભાઈ ચરમારી, રાહુલભાઈ મેરાભાઈ ચરમારી, જેરામભાઈ મેરાભાઈ ચરમારી, મેરાભાઈ કમાભાઈ ચરમારી અને ઉકાભાઈ ગોરધનભાઈ ચરમારી તેમજ સામેના પક્ષના નવઘણભાઈ અવચરભાઈ ખાંભડીયા, પ્રવીણભાઈ અવચરભાઈ ખાંભડીયા, બહાદુરભાઇ અવચરભાઈ ખાંભડીયા, દિનેશભાઈ બાલાભાઈ ખાંભડીયા, વજુભાઈ બહાદુરભાઈ ખાંભડીયા, ખાંભડીયા ભુપતભાઈ બાલાભાઈ, ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઇ, વાઘજીભાઈ બાલાભાઈ ખાંભડીયા, બળદેવભાઈ ભુપતભાઈ ખાંભડીયા, માનસંગભાઈ રામસિંગભાઈ ખાંભડીયા અને જયદેવભાઈ નવઘણભાઈનો સમાવેશ થાય છે. તેમજ પોલીસ દ્વારા એક મહિલા આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.