મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 17 ડિસેમ્બર ને બુધવારના રોજ 3170 ક્વિન્ટલ એટલે કે 15850 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1520 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 640 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 573, તલના 1900, જીરુંના 3740, સોયાબીનના 792, સીંગફાડાના 1320, મગના 1265, અડદના 1100, ચણાના 1010 અને કાળા તલના 4700 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1300, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 1200, ટમેટાના 860, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.