નકળંગ ધણી રામામંડળ અને વેદ માતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા રામદેવ વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશ અપાયોમોરબી : પર્યાવરણનું જતન કરવા અને પ્રકૃતિને હરિયાળી બનાવવા માટે મોરબીના પીપળી ગામે એક સુંદર પહેલ કરવામાં આવી છે. પીપળી ગામે આવેલા રામદેવપીર મંદિર પાછળ રામદેવ વનમાં નકળંગ ધણી રામામંડળ પીપળી તથા વેદ માતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ભારે ઉત્સાહભેર માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં 155 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના જતન માટે કરાયેલા આ ભગીરથ કાર્યની સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે અને આ કાર્ય દ્વારા અન્ય લોકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Pipli #TreePlantation #Environment #GreenMorbi #RamdevpirTemple #MorbiNews