મોરબી : બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનમાં તા. 16-05-2026 થી 30-05-2026 દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 15 દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે આ કેમ્પ તેમને કુદરતી વાતાવરણમાં શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપશે. નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ આપશે.જોકે, બેઠકો મર્યાદિત હોવાથી 'વહેલા તે પહેલા'ના ધોરણે રજિસ્ટ્રેશન કરવા નીચે આપેલી લિંક પર ફોર્મ ભરવાનું રહેશે. રજિસ્ટ્રેશન લિંક: forms.gle/vLQ8QFaszLhSA2rH6 વધુ માહિતી માટે ગોકુળ નગર પ્રાથમિક શાળા, શકત શનાળા તથા 8160916882 લીલા લહેર ગાર્ડન, રાજપર ખાતે 8553318585 ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.