ખોખરા હનુમાન ખાતે આયોજિત ઇવેન્ટમાં યુવાઓને ડ્રગ્સના દૂષણ, તેના ગંભીર નુકશાન અને આડઅસરો અંગે જાગૃતિ ફેલાવાયમોરબી : Invincible NGO સંસ્થાના નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત 1400 કિમી ગુજરાત કોસ્ટલ સાયકલિંગ અભિયાનનો પ્રારંભ તા.12 જાન્યુ.ના રોજ નારાયણ સરોવર થી 15 યુવા સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.14 જાન્યુ.એ આ યુવા સાયકલિસ્ટ ટીમ મોરબી પહોંચી હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) ના સહયોગથી ટીમ દ્વારા ખોખરા હનુમાન ખાતે ઇવેન્ટ યોજાઈ હતી. શહેરના યુવાઓને ડ્રગ્સના દૂષણ, તેના ગંભીર નુકશાન અને આડઅસરો અંગે જાગૃતિ આપવામાં આવી અને “Say No To Drugs, Yes To Life” નો મજબૂત સંદેશ આપવામાં આવ્યો. આ અભિયાન દરમિયાન 15 સાયકલિસ્ટ 11 દિવસમાં ગુજરાતની 1400 કિમી કોસ્ટલ લાઇન પર 12 મુખ્ય શહેરોમાંથી પસાર થઈ 22/1/2026 રોજ પોતાના મિશનનો સમાપન કરશે.આ જનજાગૃતિ અભિયાનમાં શહેરોમાં ક્રાઈમ બ્રાન્ચ SOG અને ગુજરાત પોલીસ દ્વારા માર્ગદર્શન અને સુરક્ષા સહાય આપવામાં આવી રહી છે. ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે સતત પરિશ્રમ અને સમાજ જાગૃતિનો સંદેશ ફેલાવતી આ યુવા સાયકલિસ્ટ ટીમને સૌએ બિરદાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.