ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ, રો-મટીરીયલના ભાવ વધારા અને માલના ભરાવાને કારણે સ્વૈચ્છીક શટ ડાઉન મોરબી : મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ, રો-મટીરીયલના ભાવ વધારા અને માલના ભરાવાને કારણે નેનો અને ડબલ ચાર્જ વિટ્રિફાઇડ ટાઇલ્સ બનાવતી 85 જેટલી ફેકટરીઓમાં સ્વૈચ્છીક શટ ડાઉન અમલમાં લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સિરામીક હબ મોરબીમાં છેલ્લા થોડા સમયથી રાજસ્થાનથી આવતા રો-મટીરિયલમાં મુશ્કેલી, ટ્રક ટ્રાન્સપોર્ટરની હડતાળ અને તૈયાર માલના ભરાવાને કારણે હાલમાં નેનો અને ડબલ ચાર્જ ટાઇલ્સનું પ્રોડક્શન કરતા 85 યુનિટોમાં પ્રોડક્શન સદંતર બંધ કરવામાં આવ્યું છે. મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ સીરામીક એકમોમાં વિવિધ પ્રતિકૂળ સંજોગોને ધ્યાને લઈ ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળ સમયે સંગઠનની બેઠક યોજવામાં આવી હતી જેમાં નક્કી થયા મુજબ મોટાભાગના યુનિટોમાં તૈયાર માલનો ભરાવો થયો હોવાથી સ્વૈચ્છીક શટ ડાઉન અમલી બનાવવા નક્કી કરાયું હતું જે અન્વયે હાલમાં નેનો ટાઇલ્સનું ઉત્પાદન કરતા 35 એકમો અને ડબલ ચાર્જ ટાઇલ્સ ઉત્પાદન કરતા 50 યુનિટમાં પ્રોડક્શન આગામી એક મહિના માટે બંધ કરવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..