મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ તારીખ 9 ઓક્ટોબર ને ગુરુવારના રોજ 1460 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1518 રૂપિયા બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1010, ઘઉંના 553, તલના 1854, જીરુના 3428, તુવેરના 1135, મગના 1300, અડદના 1000, ચણાના 1046, એરંડાના 1262, કાળા તલના 3480 અને સીંગદાણાના 1277 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 600, કારેલાના 400, ગુવારના 1600, ભીંડાના 500, ટમેટાના 440, કોબીજના 240, કાકડીના 500, લીંબુના 800, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 બોલાયા હતા.