મોરબી : મોરબી જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૧૪૬ લાભાર્થી બાળકોને દર મહિને રૂા. ૩૦૦૦/- પ્રમાણે રૂા. ૪.૩૮ લાખની આર્થીક સહાય તેમના સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં મોરબી તાલુકામાં ૬૦, હળવદ તાલુકામાં ૩૨, માળીયા તાલુકામાં ૮, ટંકારા તાલુકામાં ૧૧, વાંકાનેર તાલુકામાં ૩૫ મળી કુલ ૧૪૬ બાળકો પૈકી ૯૪ પુરૂષ બાળકો અને ૫૨ બાળકીઓનો સમાવેશ થાય છે. લાભાર્થી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તેમજ ટયુશન કલાસીસ પ્રવાસ તથા અભ્યાસ માટે જરૂરીયાત પૂર્ણ થઇ શકે તે માટે સરકારશ્રી દ્રારા આ સહાય આપવામાં આવે છે. અનાથ બાળકો, પિતાનું અવસાન થયેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય અને બાળક તેમના અન્ય કોઇ પાલક વાલી સાથે રહેતુ હોય તેવા બાળકોને આ સહાય મળવાપાત્ર છે. તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા દ્રારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne