મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 3 નવેમ્બર ને સોમવારના રોજ 2870 ક્વિન્ટલ એટલે કે 14350 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1568 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 73 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 555 રૂપિયા બોલાયા છે. તો તલના 1950, મગફળીના 1170, જીરુના 3680, સોયાબીનના 860, મગના 1224, અડદના 1290, ચણાના 1063 અને કાળા તલના 3700 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 800, કારેલાના 700, ગુવારના 1600, ભીંડાના 700, ટમેટાના 460, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 700, દુધીના 600 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.