મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 3 ડિસેમ્બર ને મંગળવારના રોજ 2865 ક્વિન્ટલ એટલે કે 14325 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 880 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1220 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 558, તલના 1860, જીરુંના 3920, સોયાબીનના 890, તુવેરના 1197, અડદના 1290, ચણાના 1060 અને કાળા તલના 4700 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 900, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 700, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 400, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.