મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 11 ડિસેમ્બર ને ગુરુવારના રોજ 2855 ક્વિન્ટલ એટલે કે 14275 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1535 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 700 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1252 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 558, તલના 2100, જીરુંના 3854, અડદના 1200, ચણાના 967, એરંડાના 1270, સીંગદાણાના 1300 અને સોયાબીનના 760 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1200, ટમેટાના 600, કોબીજના 360, કાકડીના 560, લીંબુના 500, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.