જામનગરનો પરિવાર હળવદ આવી રહ્યો હતો : ડેમમાં પાણી ખેંચવા માટે ની મોટરનો શોટ લાગ્યો હોવાનો પરિવારનો આક્ષેપ હળવદ : આજે બપોરના હળવદ તાલુકાના સૂર્યનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમા એક 14 વર્ષનો તરુણ ડૂબી ગયો હોવાની વિગતો સામે આવી છે જોકે દોઢ કલાક વીતવા છતાં હજુ આ તરુણનો કોઈ જ પતો લાગ્યો ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના હળવદ તાલુકાના સુર્યનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી-2 ડેમના કાંઠે જામનગર રહેતા રાજભાઈ અશોકભાઈ પંડ્યા ઉંમર વર્ષ ૧૪ કે જેઓના મામા ના થોડા સમય પહેલાં જ લગ્ન થયાં હોય જેથી તેમના કુળદેવી માતાજી ના મંદિરે હળવદ પરિવારજનો અને ભાણેજ છેડાછેડી છોડવા માટે આવી રહ્યા હતા ત્યારે સૂર્યનગર ગામ નજીક બ્રાહ્મણી ડેમના કાંઠે હાથ પગ ધોવા ઉભા રહ્યા હતા આ વેળાએ ડેમમાંથી ઇલેક્ટ્રિક મોટર થી પાણી ઉપાડવામાં આવતું હોય જેથી રાજ ને શોટ લાગતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે હાલ દોઢેક કલાક વીતવા છતાં રાજ નો કોઈ જ પત્તો લાગ્યો નથી બીજીતરફ આ બનાવ ને પગલે 108 ની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. અને ડેમમાં ચોથો હાથ ધરવામાં આવી છે