સર્પદંશના સૌથી વધુ બનાવ વલસાડ જિલ્લામાં, 1505 લોકોને સાપ કરડયા મોરબી : રાજ્યમાં ચોમાસા સીઝન દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે.108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં વર્ષ 2021, 2022 અને જૂન 2023 સુધીમાં 14 હજાર લોકોને સાપ કરડ્યા છે. જેમાં સૌથી વધુ આદિવાસી વિસ્તારમા સાપ કરડવાના કિસ્સા વધારે પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં સોથી વધારે ત્રણ વર્ષમાં વલસાડમાં 1505 લોકોને સાપ કરડ્યા છે. ત્યાર બાદ ડાંગમાં 1026 લોકોને સાપ કરડ્યા હતા, મોરબી જિલ્લામાં ત્રણ વર્ષમાં સત્તાવાર રીતે 165 લોકોને સાપે ડંશ માર્યાના બનાવ નોંધાયા છે. ગુજરાતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાના સાપ કરડવાની ઘટનામાં વધારો થતો હોય છે. આ સમય દરમિયાના વરસાદના પાણી સાપના દરમાં ઘુસવાથી અને વાતાવરણમાં ઠંડક હોવાથી સાપ બહાર નિકળે છે. જેથી આ સમય દરમિયાના સાપને કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. માર્ચ મહિનામાં સાપ કરડવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે. ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધતાં સાપ ગરમી સહન ન કરી શકતાં હોવાથી દરમાં વધારે રહે છે. ખાસ કરીને ગુજરાતમાં વન વિસ્તાર એટલે કે આદિવાસી જિલ્લાઓમાં સાપ કરડવાની ઘટનાઓ વધારો બને છે. રાજ્યની 108 ઇમરજન્સી સેવામાં નોધાયેલા કેસ પ્રમાણે વર્ષ 2021માં સાપ કરડવાની સૌથી વધુ 564 ઘટનાઓ વલસાડ જિલ્લામાં બની હતી. જ્યારે સૌથી ઓછી ઘટનાઓ 43 ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બની હતી. આજ રીતે વર્ષ 2022માં સૌથી વધારે 731 કેસ વલસાડમાં નોધાયા હતા.જ્યારે સૌથી ઓછા કેસ 37 કેસ પાટણમાં નોધાયા હતા. વર્ષ 2023માં જૂન સુધીના આંકડા જોઇએ તો સૌથી વઘુ 210 કેસ વલસાડમાં નોધાય છે. જ્યારે સૌથી ઓછા 08 કેસ બોટાદમાં નોધાયા છે. આમ આ આંકડા પ્રમાણે ગુજરાતમાં સાપ કરડવાની સૌથી વધારે ઘટનાઓ વલસાડમાં નોધાય છે. જિલ્લો 2021 2022 2023(14 જુલાઇ 2023 સુધી) અમદાવાદ 116 160 74 અમરેલી 122 207 43 આણંદ 106 106 37 અરવલ્લી 75 88 33 બનાસકાંઠા 177 182 102 ભરુચ 130 180 72 ભાવનગર 71 111 44 બોટાદ 34 38 8 છોટા ઉદેપુર 163 204 69 દાહોદ 216 231 104 દ્વારકા 62 97 34 ગાંધીનગર 110 97 34 ગીર સોમનાથ 63 83 25 જૂનાગઢ 157 198 80 જામનગર 157 198 76 કચ્છ 250 296 125 ખેડા 105 110 46 મહેસાણા 49 80 28 મહીસાગર 81 94 34 મોરબી 71 66 28 નર્મદા 287 310 110 નવસારી 233 273 75 પંચમહાલ 209 222 93 પાટણ 44 37 17 પોરબંદર 91 145 45 રાજકોટ 143 196 65 સાબરકાંઠા 129 135 53 સુરત 294 393 167 સુરેન્દ્રનગર 43 50 26 તાપી 336 331 118 ડાંગ 429 447 150 વડોદરા 211 230 98 વલસાડ 564 731 210 (108 સેવા દ્વારા જાહેર કરાયેલી વિગત)