ચરાડવા નવા તળાવ નજીક જુગાર દરોડામાં 1.03 લાખ રોકડ કબ્જેહળવદ : હળવદ શહેર પોલીસે ચરાડવા નવા તળાવ પાસે તેમજ હળવદની લાંબીડેરી પાસે જુગારના બે અલગ-અલગ દરોડા પાડી 14 જુગારીઓને પાનાં ટીચતાં ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી લાખો રૂપિયાની રોકડ કબ્જે કરી હતી.જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ભવાની ઢોરા લાંબીડેરી પાસે જાહેરમા જુગાર રમી રહેલા આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ સવજીભાઇ ઝીંજુવાડીયા, જેસીંગભાઇ કરણાભાઇ ભુંભળીયા, સિંધાભાઇ પ્રેમજીભાઇ ભીમાણી, રોહીતભાઇ રમેશભાઇ મકવાણા, રામાભાઇ ઉર્ફે રામોજીલાભાઇ અજાણી, સુલતાનભાઇ દાઉદભાઇ ખલીફા, અલ્પેશભાઇ પ્રેમજીભાઇ ભીમાણી અને રફીકભાઇ યુસુફભાઇ મીરાને રોકડા રૂ.13,500 સાથે તીનપતિ રમતા પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યુવરાજસિંહ ભીખુભા ઝાલા, સુરેશ ઠાકરશીભાઈ સોનગરા, હકાભાઈ છેલાભાઇ સાટકા, ગોપાલ કરમશીભાઇ ગૌતર, કાળુભાઇ બલુભાઈ સાટકા અને બેચરભાઈ કરમશીભાઇ ગૌતરને રોકડા રૂપિયા 1,03,000 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.