સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી એરંડાની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.9 જૂનના રોજ સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી એરંડાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 61 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.413 અને ઊંચો ભાવ રૂ.509, તલની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ.2272,જીરુંની 75 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2670 અને ઊંચો ભાવ રૂ.4646,મગફળી (ઝીણી)ની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1330, બજારોની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.351 અને ઊંચો ભાવ રૂ.417,જુવારની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.500 અને ઊંચો ભાવ રૂ.676,ચણાની 92 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.601 અને ઊંચો ભાવ રૂ.883,એરંડાની 1 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ.1420 રહ્યો હતો. વધુમાં,ગુવાર બીની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.924 અને ઊંચો ભાવ રૂ.924,સીંગદાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1501 અને ઊંચો ભાવ રૂ.1833,મેથીની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.480 અને ઊંચો ભાવ રૂ.1040 રહ્યો હતો.