મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 21 નવેમ્બર ને શુક્રવારના રોજ 2785 ક્વિન્ટલ એટલે કે 13925 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1512 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 117 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 556 રૂપિયા બોલાયા છે. તો તલના 2209, મગફળીના 1252, જીરુંના 4020, સોયાબીનના 914, અડદના 1298 અને ચણાના 1051 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 1300, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 800, લીંબુના 500, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.