ત્રાજપર ખારી વિસ્તારમાં ઓરેન્જ ફ્લેવરની દેશી મદિરા ઝડપાઇમોરબી : મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસે ત્રાજપર અને શોભેશ્વર રોડ પર અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની 139 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.એક દરોડામાં તો પોલીસે ઓરેન્જ ફ્લેવર દેશી મદિરા પણ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટીમાં આરોપી સંજય હેમંતભાઈ ખમાણી ઉ.28ના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 183 બોટલ કિંમત રૂપિયા 14,640 કબ્જે કરી હતી.બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી આરોપી મહેશ નાનકદાસ ગાંગિયા રહે.મફતિયાપરા શોભેશ્વર રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂ.1360 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરા રહે.ત્રાજપર ખારીવાળાના રહેણાંક મકાનમાંથી પોલીસે ઓરેન્જ ફ્લેવર દેશી મદિરાની 48 બોટલ કિંમત રૂ.16,320 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.