મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 4 નવેમ્બર ને મંગળવારના રોજ 2772 ક્વિન્ટલ એટલે કે 13860 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1580 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 190 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 552 રૂપિયા બોલાયા છે. તો તલના 2175, મગફળીના 1194, જીરુના 3730, સોયાબીનના 849, જુવારના 902, મગના 1350, અડદના 1350, ચણાના 1028, કાળા તલના 4500 અને તુવેરના 1340 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1000, કારેલાના 700, ગુવારના 1600, ભીંડાના 700, ટમેટાના 460, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 700, દુધીના 600 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.