મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 8 એપ્રિલ ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તુવેર, મગફળી, ધાણા, જીરું, સફેદ ચણા, સુવાદાણા, સોયાબીન, મેથી, ચણા, એરંડા, ગુવાર બી, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 2770 ક્વિન્ટલ એટલે કે 13850 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 558 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 160 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1451 બોલાયા છે. તુવેરના 1380, જીણી મગફળીના પ્રતિમણ 1000, ધાણાના 1390, જીરુંના 5030, સફેદ ચણાના 1600, સુવાદાણાના 2243, સોયાબીનના 773, મેથીના 904, ચણાના 1092, એરંડાના 1190, ગુવાર બીના 928, રાયના 1275 અને રાયડાના 1042 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.