મોરબી : આજ રોજ તારીખ 10 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, વરિયાળી, સોયાબીન, અડદ, ચણા સહિતના પાકોની આવક થઈ છે. આજ રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2730 ક્વિન્ટલ એટલે કે 13650 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1500 બોલાયા છે. 10 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 671, તલના 2332, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1100 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4450 જેટલા બોલાયા છે. અડદના 1600, ચણાના 1177, સોયાબીનના 800 અને વરિયાળીના 1250 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીની સારી આવક થઈ છે. જેમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 760 રૂપિયા, કોબીજના 320 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.