મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 18 ડિસેમ્બર ને ગુરુવારના રોજ 2675 ક્વિન્ટલ એટલે કે 13375 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1520 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 560 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1312 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 564, તલના 1950, જીરુંના 3800, સીંગફાડાના 1255, સોયાબીનના 867, અડદના 1300, ચણાના 1024 અને એરંડાના 1310 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1200, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 1200, ટમેટાના 900, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.