1 જુલાઈથી રૂ.3000 નું એલાઉન્સ ગણાશે આરોગ્ય સેવાને સઘન બનાવવા 2000 નર્સની ભરતી કરાશે મોરબી : રાજ્યમાં કોરોના કાળમાં નર્સિંગ કર્મચારીઓને લઇને રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700 નો એટલે કે 130 ટકા જેટલો માતબર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, હવે રૂપિયા 3000 નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ 1 જુલાઇ 2021થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ 15 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. રાજ્યના યુનાઇટેડ નર્સિંગ ફોરમના 15 હજાર જેટલા નર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોનું છેલ્લાં કેટલાંય સમયથી નિવારણ થતું ન હોતું. જેથી તેઓએ રાજ્યવ્યાપી હડતાલ શસ્ત્ર ઉગમાયું અને સોમવારે હડતાલ કરવાની જાહેરાત કરી હતી. જ્યાર બાદ ડે.સીએમ સાથે બેઠક કરીને તમામ પડતર પ્રશ્નો મુદ્દે સમાધાન થતા હવે હડતાલ નહીં કરીને સરકારની તમામ શરતોને માનવામાં આવી છે. રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700 નો એટલે કે 130 ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા 3000 નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ 1 લી જુલાઇ 2021 થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ 15000થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. જેમાં યુનાઈટેડ નર્સિગ ફોરમની 5 માંગ પૈકી 2 માંગ સ્વીકારાઈ ગઈ છે અને નર્સિંગ એલાઉન્સ 1300 રૂ. ને બદલે રૂ. 3000 અપાવામાં આવશે. ઉપરાંત સરકારે બઢતી અને ભરતીની માંગણી સ્વીકારી છે.