સમાજના સહયોગથી 56 પરિવારોને આવાસ અને 22 ફેક્ટરીઓમાં નેત્રહીનોને રોજગારી પૂરી પાડતી સંસ્થાનો 14માં વર્ષમાં મંગલ પ્રવેશમોરબી: મોરબીમાં તારીખ 02/07/2013ના રોજ સ્થાપવામાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આજે તેના 13 વર્ષ પૂર્ણ કરીને 14માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. સંસ્થા માટે આજનો દિવસ દિવાળી જેવા ઉત્સવ સમાન છે. માત્ર 10 નેત્રહીન ભાઈઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે મોરબી શહેરમાં સમાજના સહારે પોતાની એક આગવી અનેરી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે.નેત્રહીન પરિવારો માટે આવાસની સુવિધાઆજે સંસ્થા પરિસરમાં કુલ 180 નેત્રહીન ભાઈ-બહેનો લાભ લઈ રહ્યા છે. જેમાં 40 નેત્રહીન દંપત્તિઓને રહેવા માટે એક રૂમ, રસોડું અને ટોઇલેટ-બાથરૂમની સુવિધા વાળા ફ્લેટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, અવિવાહિત નેત્રહીન કામદાર ભાઈઓ માટે હોસ્ટેલ બિલ્ડીંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નવનિર્માણથી 56 નેત્રહીન પરિવારો આ પરિસરમાં રહી પોતાનું જીવન આનંદ કિલ્લોલથી પસાર કરી રહ્યા છે.રોજગારી અને આત્મનિર્ભરતા તરફ કદમસમાજના સહારાથી સંસ્થા નેત્રહીનોની રોજગારી અને પુનર્વસન અર્થે મોટા પ્રમાણમાં કામ કરી રહી છે. મોરબીના ઉદ્યોગપતિઓના સહયોગથી 22 જેટલી ફેક્ટરીઓમાં નેત્રહીનોને રોજગારી આપવામાં આવી છે. સંસ્થા દ્વારા લુઈબ્રેઇલ અંધ ઉદ્યોગ ગૃહની સ્થાપના કરી 11 નેત્રહીન કામદારોને સંસ્થા પરિસરની અંદર જ રોજગારનો અવસર આપવામાં આવ્યો છે. આ સાથે જ, લુઈબ્રેઇલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા પણ રોજગારીના નવા અવસરો ઊભા કરવામાં આવ્યા છે.સમાજ ઉપયોગી કાર્યોમાં મોખરેપુનર્વસનની કામગીરી ઉપરાંત સંસ્થા દ્વારા સમાજલક્ષી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ તથા ફ્રુટનું વિતરણ તેમજ જનજાગૃતિના કાર્યક્રમો સંસ્થા દ્વારા બહોળા પ્રમાણમાં ચલાવવામાં આવી રહ્યા છે.દાતાઓનો આભાર અને ભવિષ્યનો સંકલ્પસંસ્થાને છેલ્લા 13 વર્ષથી મળતા સાથ સહકાર બદલ તમામ નામી-અનામી દાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. નેત્રહીનોના મુખ પર મુસ્કાન લાવવા અને તેમના જીવનમાં ઉજાસ પાથરવા માટે સમાજનું દાન ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આવનાર સમયમાં નેત્રહીનોને રોજગારના નવા અવસર પ્રાપ્ત થાય અને તેઓ પગભર બને તેવા અનેક પ્રોજેક્ટ્સ પર સંસ્થા આગળ વધી રહી છે, જેમાં દાતાઓના અવિરત સાથ અને પ્રેમની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PragnachakshuPunarvasanSevaKendra #BlindRehabilitation #SocialWork #Charity #Employment #NGO #MorbiNGO