બાળક હાલ મોરબી ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રય હેઠળ: 120 દિવસમાં વાલીઓએ આધાર પુરાવા સાથે સંપર્ક કરવા અપીલવાંકાનેર : વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોક પાસેથી એક બાળક મળી આવેલ છે. બાળકનું નામ કાનો પુનાભાઈ ભીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર અંદાજીત 13 વર્ષ છે. હાલ વાંકાનેર સિટી પોલીસ અને બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ બાળક હાલ મોરબીમાં બેલા રોડ પર ભરતનગર ખાતે આવેલ કન્કેશવરીદેવી ગુરુ પુજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સુરક્ષિત આશ્રય હેઠળ છે. મોરબી જિલ્લા સેવા સદન (રૂમ નંબર 31/32) સ્થિત જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકના વાલીઓને શોધવા માટે અપીલ કરવામાં આવી છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જાહેરાત માત્ર બાળકના વાલી વારસને શોધવા માટે જ છે, બાળકને દત્તક આપવા માટે નથી. બાળકના કાનૂની વાલી કે કુટુંબજન દ્વારા બાળકને પરત મેળવવા માટે 120 દિવસમાં પોતાના આધાર પુરાવા સાથે દાવો કરી શકાશે. જો 120 દિવસમાં કોઈ સંપર્ક નહીં થાય, તો ત્યારબાદ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 38 ના નિયમોનુસાર બાળકની દત્તક માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે.જો આ બાળકના વાલી વારસો વિશે કોઈ પણ માહિતી મળે તો નીચેના નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મોરબી: 9824006347જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી: 02822 240098સિટી પોલીસ સ્ટેશન, વાંકાનેર: 9879857501#Morbi #MorbiUpdate #Wankaner #FoundChild #ChildProtection #MorbiNews #GujaratNews #HelpFindParents