હળવદની મોરબી ચોકડી નજીક નર્મદા કેનાલમાં નાહવા પડેલા તમિલનાડુના બે બાળકો ડૂબ્યા હતા, 15 વર્ષના મોટા ભાઈની શોધખોળ યથાવતહળવદ : હળવદની મોરબી ચોકડી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા બે સગા ભાઈઓની કરુણ ઘટનામાં 13 વર્ષના સિતેશ શિવકુમારનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તેના 15 વર્ષના મોટા ભાઈ સુભાષ શિવકુમારની હજુ પણ સઘન શોધખોળ ચાલી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ, તમિલનાડુના વતની અને વ્યવસાયે ટ્રક ચાલક શિવકુમાર પોતાના બે બાળકો સાથે કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને હળવદ આવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ પિતા અને બંને પુત્રો મોરબીથી ટાઇલ્સ ભરવા માટે ખાલી ટ્રક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન મોરબી ચોકડી નજીક કેનાલમાં પાણી જોઈને બંને બાળકો નાહવા પડ્યા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ 13 વર્ષના સિતેશનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. એક તરફ નાના દીકરાનો મૃતદેહ મળતા પિતા પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે, તો બીજી તરફ 15 વર્ષના મોટા દીકરાની શોધખોળ માટે સ્થાનિક તંત્ર અને તરવૈયાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.#MorbiUpdate #Halvad #Morbi #NarmadaCanal #MorbiNews #GujaratNews #AccidentNews