વાંકાનેરના 4 અને માળીયા. મી.ના 9 શંકાસ્પદ કોરોનાના દર્દીઓને મોરબી હોસ્પિટલમાં માત્ર દેખરેખ હેઠળ ખસેડાયા રાજકોટના કોરોનાના દર્દી સાથે જ ઉમરાહ કરવા સાઉદી અરેબિયા ગયા હતા મોરબી : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ થયા બાદ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ત્યારે રાજકોટના પોઝિટિવ રિપોર્ટ આવેલા યુવક સાથે જ ઉમરાહ (હજ યાત્રા) કરવા ગયેલા વાંકાનેરના 4 અને માળીયા.મી.ના 9 લોકોને માત્ર તબીબી ચકાસણી માટે મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ પૈકી કોઈ વ્યક્તિમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી. માત્ર તપાસ માટે જ હોસ્પિટલે બોલાવવામાં આવ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે. આ તમામ 13 લોકોની તપાસ કરી ડોકટરોએ જાહેર કર્યું છે કે એમાંથી એક પણ વ્યક્તિમાં કોરોના વાઇરસના કોઈ સિન્ડ્રોમ (લક્ષણો) દેખાતા નથી.