ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓને ઇતિહાસ પ્રત્યે ઘટતો રસ હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ ઉમંગથી પરીક્ષા આપી રહ્યા છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરિક્ષા આપી શકે એ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવેલ છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ નું પેપર છે. વાંકાનેરના કે. કે. શાહ પરીક્ષા કેન્દ્ર ખાતે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ફક્ત ચાર ઉમેદવારો જ હતા જે બતાવે છે કે વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પર રસ ઘટતો જાય છે. આ વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે એ માટે ટોટલ 13 વ્યક્તિઓનો સ્ટાફ ફરજમાં રોકાયેલ જેમાં 8 કેન્દ્ર પરના કર્મચારીઓ અને 5 પોલીસ સ્ટાફ ની વચ્ચે આ ચાર વિદ્યાર્થીઓએ શાંતિથી પરીક્ષા આપી એક યાદગાર અનુભવ મેળવ્યો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en