મોરબી : CAA કાયદો અમલમાં આવ્યા બાદ અન્ય દેશમાંથી આવીને ભારતમાં આશરો લેનારને ભારતની નાગરિકતા આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં વધુ 13 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.થરપાકાર (પાકિસ્તાન)થી આવેલા 13 નાગરિકોને ભારતનું નાગરિકત્વ કલેકટર કિરણ ઝવેરી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને અધિક કલેકટર ખાચર સહિતનાના હસ્તે આપવામાં આવ્યું હતું. જેમાં અવલકોર નેતસિંહ, મહાવીરસિંહ સોઢા, સામકોર નેતસિંહ, નરસિંહ ભેરો, સરદારસિંહ ભેરો, નેનો ખેંગો, ચેનો ખેંગો, હરબાઈ વેન્જો, તરન વેન્જો, કોરો વેન્જો, રાજુ વેન્જો, અમરતબાઈ ખેંગો અને મહાકોર ખેંગોને ભારતના નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.