પોલીસે રૂ.અઢી લાખથી વધુની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીહળવદ (મોરબી અપડેટ): હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 શખ્સોને હળવદ પોલીસે અઢી લાખથી વધુની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, હળવદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં રેઇડ કરી ઘોડી-પાસાનો જુગાર રમતા 13 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 2,68,600નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.પકડાયેલા આરોપીઓ : • નયનભાઈ વૃજલાલ માકાસણા (રહે. સાનિધ્ય બંગલો, હળવદ) • સામંતભાઈ રામજીભાઈ ઝાપડા (રહે. અન્નક્ષેત્ર પાસે, હળવદ) • પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા (રહે. ગામ ચુલી, તા. ધ્રાંગધ્રા) • વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી (રહે. ગામ ચુલી, તા. ધ્રાંગધ્રા) • હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા (રહે. દિલ્હી દરવાજા પાસે, ધ્રાંગધ્રા) • લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા (રહે. કુંભાર દરવાજા બહાર, હળવદ) • રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી (રહે. રેલ્વે સ્ટેશન પાસે, ધ્રાંગધ્રા) • લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા (રહે. ભાર્ગવી સોસાયટી, ધ્રાંગધ્રા) • દલસુખભાઈ પમાભાઈ જાદવ (રહે. સર્વોદય સોસાયટી, ધ્રાંગધ્રા) • જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર (રહે. આંબેડકર નગર, સાયલા) • પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા (રહે. આનંદ પાર્ક, હળવદ) • દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) • નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ (રહે. આંબેડકર નગર, ધ્રાંગધ્રા)કામગીરી કરનાર અધિકારી:આ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલા રહ્યા હતા.#Morbi #Halvad #MorbiPolice #HalvadPolice #GamblingRaid #CrimeNews #GujaratPolice #MorbiUpdate