જિલ્લા પંચાયતના એક પણ ઉમેદવાર ઉપર ગુન્હા નથી નોંધાયા જેતપર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સૌથી ધનાઢ્ય : દસ ધોરણ ભણેલા પણ જાણીતી કંપનીના માલિક અને 14.28 કરોડની સંપત્તિ મોરબી : રાજકારણ અને ગુન્હાખોરી આજે સિક્કાની બે બાજુઓ બની છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણીજંગમાં ઉતરેલા ભાજપ,કોંગ્રેસ,આપ,બસપા કે અપક્ષ ઉમેદવાર ઉપર એકપણ ગુન્હો નોંધાયો ન હોવાનું ઉમેદવારોપત્રો સાથે જોડવામાં આવેલા સોગંદનામાં ઉપરથી ફલિત થઇ રહ્યું છે.મજાની વાત તો એ છે કે આ વખતે જિલ્લા પંચાયતમાં ચારેક ઉમેદવારોને બાદ કરતા મોટાભાગના ઉમેદવારો યુવાન હોવાની સાથે શિક્ષિતપણ છે અને 13 ઉમેદવારો કરોડપતિ છે જેમાં જેતપર બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર 14.28 કરોડની સંપત્તિ સાથે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોમાં સૌથી ધનિક હોવાનું સામે આવ્યું છે. આગામી તા.28ના રોજ યોજનારી મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 24 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષના કુલ 76 ઉમેદવારો મેદાનમાં છે.ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામા પ્રમાણે મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલ એકપણ ઉમેદવાર ઉપર ગુન્હો નોંધાયો ન હોવાથી બંને મુખ્ય રાજકીય પક્ષે આ ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે,આપ, બસપા અને અપક્ષ ઉમેદવારો પણ સ્વચ્છ છબી ધરાવનારા છે.ઉમેદવારોની ઉંમર જોઈએ તો સૌથી વધુ ઉંમર કોંગ્રેસના માથક બેઠકના ઉમેદવાર ગોરઘનભાઇ ભીમજીભાઇ કુંવરીયા છે તેમની ઉંમર 64 વર્ષ છે.આ ઉપરાંત મહીકા બેઠક ઉપર પણ કોંગ્રેસના 61 વર્ષીય ઉમેદવાર મેદાનમાં છે તો સામે પક્ષે ભાજપના ઘુંટુ બેઠકના ઉમેદવાર હંસાબેન પારઘી પણ 60 વર્ષના છે. તો આમ આદમી પાર્ટીના ઓટાળા બેઠકના ઉમેદવાર સૌથી નાની વયના એટલે કે 24 વર્ષના છે અને અન્ય તમામ બેઠકના ઉમેદવારો યુવાવયના હોવાનું એફિડેવિટ ઉપરથી જણાઈ રહ્યું છે. મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ભાજપ,કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પણ કરોડપતિ હોવાનું સામે આવ્યું છે મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ઘનશ્યામભાઈ જાકાસાણીયા 14.28 કરોડની સંપત્તિ ધરાવે છે તેઓ જાણીતી એક કંપનીના માલિક છે,આ ઉપરાંત અન્ય 12 ઉમેદવારોએ પણ પોતાની સંપત્તિ કરોડો રૂપિયાની હોવાનું જાહેર કર્યું છે.અન્ય 12 ઉમેદવારો પણ કરોડોની સંપત્તિ ધરાવે છે બેઠક મુજબ આ કરોડપતિ ઉમેદવારો જોઈએ તો બગથળા બેઠકના ભાજપના ઉમેદવાર સમજુબેન ભગવાનજીભાઇ બોપલીયા પાસે 1.97 કરોડ, ખાખરેચી બેઠકના અપક્ષ ઉમેદવાર પરબતભાઈ ભવાનભાઈ હુંબલ 1.58 કરોડ, મહેન્દ્રભાઈ વાલજીભાઈ વિડજા પાસે 1.08 કરોડ,મહેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર જાનકિ જિગ્નેશભાઇ કૈલા પાસે 3.57 કરોડની સંપત્તિ છે. ઉપરાંત મોટા દહીંસરા બેઠકના અપક્ષ ઉમેદવાર સીતાબેન પરબતભાઈ હુંબલ પાસે 1.37 કરોડ, કોંગ્રેસના ભાવનાબેન રમેશભાઈ કાસુન્દ્રા પાસે 1.58 કરોડ અને ભાજપના અસ્મીતાબેન કીશોરભાઈ ચીખલીયા પાસે 1.26 કરોડની સંપત્તિ છે એ જ રીતે રાજા વડલા બેઠકના ભાજપના લક્ષ્મીબેન ગોવિંદભાઇ કળોતરા પાસે 1.30 કરોડ અને કોંગ્રેસના જયોતિબા હરદેવસિંહ જાડેજા પાસે 1.04કરોડની સંપત્તિ છે તો રાતીદેવડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર.ગુલામ અમી પરાસરા પાસે 4.03 કરોડ, શકત સનાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાંતીલાલ દેવશીભાઇ પડસુંબિયા પાસે 1.02 કરોડ અને તીથવા બેઠકના અપક્ષ ઉમેદવાર રહીમાબેન મહેબુબભાઇ કડીવાર પાસે 1.77 કરોડની સંપત્તિ હોવાનું સોગંદનામામાં જણાવાયું છે. છ અભણ અને ત્રણ અક્ષરજ્ઞાન ધરાવતા ઉમેદવારો ચૂંટણી જંગમાં મોરબી જિલ્લા પંચાયતના કુલ 76 ઉમેદવારો પૈકી છ ઉમેદવારો અભણ કે નિરક્ષર હોવાનું સામે આવ્યું છે અને ત્રણ ઉમેદવારો માત્ર અક્ષરજ્ઞાન ધરાવતા હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે.આ સિવાય મોટાભાગના ઉમેદવારો પ્રાથમિક,માધ્યમિક ઉપરાંત 6 ઉમેદવારો ગ્રેજ્યુએટ હોવાનું સોગંદનામા મુજબ જણાઈ રહ્યું છે એકંદરે આ વખતે જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં યુવા,શિક્ષિત અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો મેદાને છે ત્યારે લોકો હવે ક્યાં ઉમેદવાર ઉપર રીજે છે એ તો પરિણામ બાદ જ સ્પષ્ટ બનશે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા તમામ ઉમેદવારની સંપત્તિ, ભણતર અને ઉંમરની વિગતો નીચે મુજબ છે. આમરણ બેઠક 1.બુખારી રજિયાબાનુ સરફરાજભાઇ- આપ 24,285 27 વર્ષ (1.04 લાખ લોન ) 2. ચંદ્રીકાબેન સુરેશભાઇ કાસુન્દ્રા - ભાજપ 44 લાખ 43 વર્ષ ધો 12 3. સરોજબેન નિમેષભાઇ ગાંભવા - કોંગ્રેસ 7.62 લાખ 43 વર્ષ ધો 7 4. રીટાબેન અશોકભાઇ પરમાર- અપક્ષ 01 લાખ 46 વર્ષ ધો 10 બગથળા બેઠક 1. જયશ્રીબેન સતીષકુમાર મેરજા - કોંગ્રેસ 12.81 લાખ 42 વર્ષ ધો 8 2. સમજુબેન ભગવાનજીભાઇ બોપલીયા- ભાજપ 1.97 કરોડ 55 વર્ષ ધો 09 ચંદ્રપુર બેઠક 1.મંજુબેન કરશનભાઇ લુંભાણી-- કોંગ્રેસ 15,000 (5 તોલા સોનુ) 50 વર્ષ 2. રૈયાબેન ભોપાભાઇ મકવાણા- ભાજપ 23.91 લાખ 51 વર્ષ અભણ 3. સજુબેન હેમુભાઇ ઘરજીયા- અપક્ષ 83.79 લાખ 56 વર્ષ -------- ચરાડવા બેઠક 1.નારાયણભાઇ જીવાભાઇ સોનાગ્રા- કોંગ્રેસ 51.45 લાખ 51 વર્ષ ધો 6 (6 લાખ લોન) 2.પ્રવિણભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા- ભાજપ 16.25 લાખ 45 વર્ષ ધો 10 ઢુંવા બેઠક 1. રંજનબેન પ્ર્રભુભાઇ વિંઝવાડીયા - કોંગ્રેસ 47.33 લાખ 48 વર્ષ નિરક્ષર 3.સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા- ભાજપ 5.40 લાખ 50 વર્ષ ધો 6 4.કેશુબેન બચુભાઇ કુણ૫રા - અપક્ષ 26.22 લાખ 51 વર્ષ નિરક્ષર ઘનશ્યામપુર બેઠક 1.અંકિતાબેન અનિરૂઘ્ઘસિંહ ખેર- કોંગ્રેસ 44 લાખ 60,513 રૂ. 29 વર્ષ ધો 7 (10 તોલા સોનુ ) 2.લીલાબેન રવજીભાઇ પરમાર- ભાજપ 27206 રૂ. 55 વર્ષ નિરક્ષર (3 તોલા સોનુ) ઘુંટુ બેઠક 1.રતિલાલ રુડાભાઇ પરમાર- આપ 6.20 લાખ 52 વર્ષ ધો 9 2.પ્રવિણભાઇ કાનજીભાઇ સાગઠીયા- અપક્ષ 1.44 લાખ 46 વર્ષ ધો 7 3.હંસાબેન જેઠાભાઇ પારેઘી- ભાજપ 12.75 લાખ 60 વર્ષ ગ્રેજ્યુએટ (બી.એ.) 4.હસમુખભાઇ નરસીભાઇ મુછડીયા- કોંગ્રેસ 18 લાખ 46 વર્ષ પ્રાથમિક 5.વણોલ કીશોરભાઇ વાલજીભાઇ- બસપા 19000 43 વર્ષ ધો 7 જેતપર બેઠક 1.ચંદ્રકાંત માવજી વિરમગામા- આપ 25.38 લાખ 39 વર્ષ ધો 10 (27 લાખ લોન ) 2.અજય મનશુખભાઈ લોરીયા- ભાજપ 73.88 લાખ 28 વર્ષ ધો 12 (1.07 કરોડ લોન ) 3.ઘનશ્યામભાઇ ગોરધનભાઇ...