મોરબી : મોરબીમાં ઓલવેયસ સેરાટેક અને ઉમા ટાઉનશિપ પરિવારના સંયુક્ત ઉપક્રમે તા. 15-6-2025ને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન યુનિક વિધાલય, ઉમાટાઉનશિપ, મોરબી-2 ખાતે 12મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 182 ભાઈઓ - બહેનોએ રક્તદાન કર્યું હતું. આ દરમ્યાન સર્વે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.