મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવવા માટે પ્રાર્થનાઓ શરૂ થઈ હતી. પરંતુ હવે વરસાદ બંધ થવા માટે ધૂન ભજન ચાલુ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી આજે શનિવારે પણ બપોરે 12થી 2 વાગ્યામાં વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા બે હાથ જોડી રહ્યા છે. મોરબી જિલ્લામાં આ વર્ષે સરેસાશથી વધુ વરસાદ પડ્યો છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખાસ કરીને ખેંચતા ખેડૂતોમાં ચિંતા હતી. પણ ચોમાસાના અંતમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણ કે સતત વરસાદના પગલે હવે ઉભા પાકને નુકશાની થઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજાએ વરસાદ વરસવાનું શરૂ કરતાં ખેડતોની ચિંતા વધુ ઘેરી બની છે. બે દિવસમાં મોરબી, ટંકારમાં 2 ઇંચ અને હકવદમાં ચાર ઇંચ જેટલા વરસાદ બાદ આજે શનિવારે બપોરે ફરીથી મેઘરાજા મેદાનમાં આવ્યા હતા. બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવરાત્રી ઉપર વરસાદી વાતાવરણ અને સતત વરસાદના પગલે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હાલ તો તમામ લોકો વરસાદને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274