ત્રણ દિવસ સુધી સવારે- સાંજે બે સેશનમાં 400 ઉમેદવારોને બોલાવીને તેમનું ઇન્ટરવ્યૂ લેવાશે મોરબી : મોરબીમાં મહાપાલિકા બન્યા બાદ મોટા પાયે ભરતી પ્રક્રિયા ક્રમશઃ થઈ રહી છે. જેમાં હાલ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની 13 જગ્યા માટે 1289 ઉમેદવારોએ ફોર્મ ભરતા તમામના ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. મોરબી મહાપાલિકા દ્વારા અલગ અલગ કેટેગરીમાં 78 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ 1800થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની 13 જગ્યા માટે અધધધ 1289 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા આજથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ત્રણ દિવસ સુધી ચાલવાની છે. ઉમેદવારોને સવાર અને સાંજે બે સેશનમાં બોલાવવામાં આવી રહ્યા છે. દરરોજ 400 ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.