મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 13 ડિસેમ્બર ને શનિવારના રોજ 2565 ક્વિન્ટલ એટલે કે 12825 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1513 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 318 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1264 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 565, તલના 2100, જીરુંના 3770, સોયાબીનના 861, મગના 1590, અડદના 1250, ચણાના 1008 અને કાળા તલના 4020 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 1200, ટમેટાના 680, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.