મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 4 ડિસેમ્બર ને ગુરુવારના રોજ 2545 ક્વિન્ટલ એટલે કે 12725 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1570 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 846 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1290 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 550, તલના 2000, જીરુંના 3870, બાજરાના 336, સોયાબીનના તુવેરના 1152, અડદના 1128, ચણાના 1017, એરંડાના 1299 અને કાળા તલના 4680 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 900, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1100, ટમેટાના 700, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 400, દુધીના 440 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.