મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 24 ડિસેમ્બર ને બુધવારના રોજ 2542 ક્વિન્ટલ એટલે કે 12710 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1551 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 660 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 578, તલના 2054, જીરુંના 3840, બાજરાના 567, જુવારના 983, મગના 1324, અડદના 1317, ચણાના 985, સીંગફાડાના 1360 અને સોયાબીનના 905 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 700, ગુવારના 1800, ભીંડાના 900, ટમેટાના 1000, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.