લાયન્સ ક્લબ નઝરબાગ, ઇડન ગ્રુપ અને રાકજા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં રક્તદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહમોરબી: મોરબીમાં સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ, ઇડન ગ્રુપ તેમજ રાંકજા પરિવાર દ્વારા સ્વ. ધવલભાઈની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજે તારીખ 17/06/2026 ના રોજ સ્વામીનારાયણ સંસ્કાર ધામ GIDC ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયોસતત 6 વર્ષથી સેવાના સંકલ્પ સાથે યોજાતા આ કેમ્પનો પ્રારંભ આજે સવારે 8:00 કલાકે સ્વામીનારાયણ મંદિરના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં મોરબીના સેવાભાવી નાગરિકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે કુલ 121 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આજના આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પણ જોડાઈને પોતાની સેવાઓ આપી હતી.વિવિધ સંસ્થાઓ અને કોલેજ સ્ટાફે ઉઠાવી જહેમતઆ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ઇડન ગ્રુપ, રાકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના સભ્યો તેમજ પી. જી. પટેલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના સફળ આયોજન બદલ ડો. ખીમજીભાઈ રાંકજા તેમજ તેમના પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ બેન્ક તેમજ રમેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #BloodDonation #SocialService #LionsClubMorbi #MorbiNews #BloodDonationCamp