હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગોલાસણ ગામની સીમમાં બાતમીને આધારે બ્રાહ્મણી નદીમાં કાંઠે દરોડો પાડી રૂ.30 હજારની કિંમતનું જીજે - 36 - એએમ - 8715 નંબરનું બાઈક તેમજ 1200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 30 હજાર ઝડપી લઈ હાજર નહિ મળી આવેલા આરોપી વિક્રમ ચંદુભાઈ સુરેલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.