કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને જરૂરિયાતમંદોને શીતળતા પુરી પાડવામાં આવીમોરબી : મોરબીમાં સમાજસેવા માટે સમર્પિત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને તાપમાનની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહદારીઓ તથા જરૂરિયાતમંદોને શીતળતા અને રાહત મળે તે હેતુથી એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થા દ્વારા અંદાજિત 1200 ગ્લાસ 'કેરીનું પન્નું' તૈયાર કરી લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ભારે ગરમી હોવા છતાં મુસ્કાન પરિવારના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક હાજર રહીને આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું. આ પેય વિતરણ માત્ર એક પ્રવૃત્તિ ન બની રહેતા માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સમયાંતરે આવા અનેક સેવાકીય અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજીને સમાજમાં માનવતા અને સહઅસ્તિત્વનો સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે.#Morbi #MorbiNews #SocialService #SummerRelief #MuskanWelfareSociety #MorbiUpdates