મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મે-2024 માં ધોરણ-5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે લેવાયેલી જ્ઞાનસેતુ પરીક્ષામાં કપોરીવાડી પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થતા કપોરીવાડી પ્રાથમિક શાળાનું સમગ્ર મોરબી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.જ્ઞાનસેતુ પરીક્ષામાં કપોરીવાડી પ્રાથમિક શાળાના નિલેશ નકુમ, નિરાલી કંઝારીયા, દર્શિલ ચાવડા, વિહાન ચાવડા, પાયલ નકુમ, અંજના કંઝારીયા, ધવલ ડાભી, ભાવિન નકુમ, મયુર ડાભી, જાનવી પરમાર, ધર્મ કંઝારીયા અને વિશ્વા ચાવડાનો મેરિટમાં સમાવેશ થયો છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનવામાં આવ્યા હતા.