મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એટલે કે છેલ્લા દોઢ મહિનામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ઉપયોગી એવા 12 જેટલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાર્થક વિદ્યામંદિરમાં પ્રવૃત્તિ શિક્ષણ અને વિદ્યાર્થીઓની કારકિર્દીની જાગૃતિ માટે પ્રત્યક્ષ શિક્ષણનું ખૂબ જ કામ થઈ રહ્યું છે. શિક્ષણના વિષયોને પૂરો ન્યાય આપીને સાથે સાથે ઘણા ઉપયોગી એવા સેમિનારો કરવામાં આવ્યા હતા. ધો. 9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે ક્યાં ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી આપવામાં આવ્યું હતું. છેલ્લા દોઢ મહિનામાં યોજાયેલા 12 સેમિનારની વિગતો જોઈએ તો, 8 જાન્યુઆરીના રોજ સેવ વુમન ફોર સાયલન્ટ કીલર વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં વક્તા તરીકે શોભનાબેન સિંધવ અને બીનાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ 8 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી. જ્યાં માર્ગદર્શક તરીકે પીઆઈ એન.આર. મકવાણા અને પીએસઆઈએ ઉપસ્થિત રહીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. 9 જાન્યુઆરીના રોજ શાળાના આચાર્ય દ્વારા ફાયર સેફ્ટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. 6 જાન્યુઆરીના રોજ ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી માટેનો સેમિનાર યોજાયો હતો. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સમાણી અને પીએસઆઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. 18 જાન્યુઆરીના રોજ મિશન માર્ચ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તા તરીકે સંચાલક કિશોરભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. 23 જાન્યુઆરીના રોજ ફેશન ડિઝાઈન અંગે સેમિનાર યોજાયો હતો જેમાં વક્તા હેતલબેન જોશી (સ્થાપક, ઓજ ઈન્સ્ટિટ્યૂટ મોરબી)એ માર્ગદર્શન આપ્યું હતું. 31 જાન્યુઆરીના રોજ એરફોર્સ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના દિવ્યરાજસિંહ રાણાએ વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ આઈટીઆઈના કોર્ષ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં વક્તા તરીકે મોરબી આઈટીઆઈના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર મનોજભાઈ પરમાર હાજર રહ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ સીએ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં જે.કે. શાહ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ રાજકોટ બ્રાંચના એચઓડી સીએ મૌલિકભાઈ ટોલિયા વક્તા તરીકે હાજર રહ્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (શેરબજાર અંતર્ગત) સેમિનાર યોજાયો હતો જેમાં સીએ હાર્દિકભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. 12 ફેબ્રુઆરીના રોજ SSIP (Student Start-up and Innovation Policy) અંગે સેમિનાર યોજાયો હતો જેમાં એલઈ કોલેજના પ્રોફેસર હર્ષદભાઈ સંતોકી અને શક્તિભાઈ ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું. 13 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તા તરીકે નેપ્રા ફાઉન્ડેશન- અમદાવાદના ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.