મોરબી : મોરબીમાં ટાઉન હોલના પટાંગણમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા 12 સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જમનાબેન મયુરભાઈ મકવાણા, કાંતાબેન ગોવિંદભાઈ ચૌહાણ, મયુરભાઈ મથુરભાઈ મકવાણા, હિરાભાઈ સીદીભાઇ ચૌહાણ,સતીશભાઈ મગનભાઈ સોલંકી, સુમિતાબેન લાભુભાઈ મકવાણા, મનીષાબેન મેહુલભાઈ વાઘેલા, ભાવનાબેન વિનોદભાઈ સોલંકી, શારદાબેન અમૃતભાઈ પરમાર, પુનમબેન મુકેશભાઈ સરેસા, શારદાબેન કાળુભાઈ મકવાણા, ચંપાબેન અરજણભાઈનો સમાવેશ થાય છે. આ તમામ સફાઈ કામદારોએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય જેને બદલે મહાપાલિકા દ્વારા તેમનું બહુમાન કરાયું હતું.