દેશની તિજોરીમાં ટેક્સ રૂપે સૌથી વધુ નાણાં ઠાલવતા સિરામીક ક્લસ્ટરમાં 96 આંતરિક રોડ રસ્તા વિકસાવવાની માંગ સિરામીક ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા સ્પેશિયલ પેકેજ અને પાણીની વ્યવસ્થા કરવા પણ કેન્દ્ર-રાજ્ય સમક્ષ એસોશિએશનની રજુઆત કામદારોના આરોગ્ય માટે મોરબી જિલ્લામાં કામદાર રાજ્ય વીમા યોજનાનો વ્યાપ વિસ્તારવા પણ માંગણી મોરબી : દેશની તિજોરીમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની સાથે ટેક્સ ચુકવવામાં અગ્રેસર મોરબીના સિરામીક ઉદ્યોગ દ્વારા કેન્દ્ર રાજ્યના બજેટ પૂર્વે મંદીમાં ગરક થયેલા સિરામીક ઉદ્યોગને ઉગારવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની સાથે સિરામીક પ્રોડક્ટ લક્ઝુરિયસ પ્રોડક્ટ ન હોય તમામ સિરામીક પ્રોડ્કટને 18 ટકાને બદલે 12 ટકા જીએસટીના દાયરામાં સમાવી લઈ સિરામીક ઉદ્યોગના મુખ્ય ઇંધણ નેચરલ ગેસને વેટના દાયરામાંથી બહાર લાવી જીએસટી લાગુ કરવા સહિતની જુદી-જુદી માંગ સાથે મોરબી સિરામીક એસોશિએશન દ્વારા કેન્દ્ર - રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ 2023 -24ના કેન્દ્ર અને રાજ્ય સરકારના અંદાજપત્ર પૂર્વે મોરબી સિરામીક એસોશિએશન દ્વારા સિરામીક ઉદ્યોગને લઈ વિવિધ માંગણી કરવામાં આવી છે, મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વનો બીજા નંબરનો સાથી મોટો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે એસોશિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ સિરામીક ઉદ્યોગને બચાવવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરવાની સાથે સિરામીક ઉદ્યોગના મુખ્ય ઇંધણ એવા ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ પાઇપ લાઈન ગેસને વેટને બદલે જીએસટીના દાયરામાં સમાવવા રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને સરકાર દ્વારા સિરામીક પ્રોડ્કટને લક્ઝુરિયસ ગણી 18 ટકા જીએસટી સ્લેબમાં સમાવી છે, હકીકતમાં સિરામીક પ્રોડક્ટ આજે ઘર ઘરની જરૂરિયાત હોય આગામી બજેટમાં ટાઇલ્સ સહિતની સિરામીક પ્રોડ્કટને 12 ટકા જીએસટીના દાયરામાં સમાવવા રજુઆત કરાઈ છે. મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય બજેટમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સમક્ષ મોરબી સીરામીક ક્લસ્ટરના આંતરિક રોડ રસ્તાને લઈ એક સર્વે કરાયો છે જે અન્વયે સિરામીક ક્લસ્ટરના કુલ 96 રસ્તાઓને ડેવલોપ કરવા અંત્યંત જરૂરી છે આગામી બજેટમાં આ આંતરિક રોડ રસ્તાને મજબૂત બનાવી રોડ નેટવર્કને સબળ કરવા માંગ કરવામાં આવી છે, આ ઉપરાંત સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં આગના બનાવ અવાર-નવાર બનતા હોય સિરામીક ક્લસ્ટર માટે આધુનિક સાધનો સાથેનું ફાયર સ્ટેશન આપ તેમજ સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા લાખો શ્રમિકોની આરોગ્ય સુખાકારી માટે કામદાર રાજ્ય વીમા યોજનાનો મોરબી જિલ્લામાં વ્યાપ વધારવા પણ માંગ ઉઠાવવામાં આવી છે. દરમિયાન મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ આગામી નાણાકીય વર્ષના બેજટને અનુલક્ષીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના બજેટમાં સિરામીક ઉદ્યોગની માંગ અંગે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોરબી જિલ્લાને સૌથી વધુ માથાદીઠ ટેક્સ ચુક્વતો જિલ્લો હોવાનું જાહેર કર્યું છે ત્યારે સિરામીક ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં આંતરિક રોડ રસ્તાને કારણે તૈયાર માલમાં નુકશાન થતું હોય ઉદ્યોગકારોની સાથે સાથે તૈયાર માલમાં નુકશાનથી એકંદરે સરકારને પણ નુકશાન જતું હોય સિરામીક ક્લસ્ટરના રોડ-રસ્તા મજબૂત બનાવવા રજુઆત કરવાની સાથે સીરામીક ઇન્ડસ્ટ્રીઝની પાણીની માંગ સંતોષવા રજુઆત કરી હોવાનું અંતમાં ઉમેર્યું હતું