મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે કુદરતને વિનવણી કરી રહ્યો છે. ત્યારે રવાપર રોડ પર આવેલી સોસાયટીની મહિલાઓએ 12 કલાકની રામધૂન શરૂ કરી હતી. મોરબીના રવાપર રોડ સ્થિત હરીહર નગરમાં મહિલા મંડળદ્વારા વરુણદેવને રીઝવવા 12 કલાકની રામધૂન આદરી હતી. આ મહિલા મંડળમાં ગોદાવરીબેન કાસુન્દ્રા, શારદાબેન કાસુન્દ્રા, કસ્તુરબેન છત્રોલા, ચંદ્રીકાબેન પટેલ, પુશ્પાબેન બોપલીયા સહિતના મહિલા સભ્યો દ્રારા ૧૨ કલાકની રામધૂન આદરી હતી. અને વરસાદની રાહમાં રહેલા ધરતીપુત્રોનું વર્ષ સારુ જાય તે માટે ઘુન-ભજન કરી ભગવાને વિનવણી કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne