મોરબી : મોરબી તાલુકા પોલીસે ઘૂંટુ ગામની રામકો સોસાયટીમાં દરોડો પાડી આરોપી મેરૂ જેરામભાઈ ચાવડાના કબજા ભોગવટા વાળા મકાનમાંથી અલગ અલગ બે બ્રાન્ડની વોડકાની 12 બોટલ કિંમત રૂપિયા 4275 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસ ટીમે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.