એલ.સી.બી. ટીમે પાવડરની આડમાં છુપાવેલ ૨૧૦૦ બોટલ દારૂ સહિત રૂ. ૨૭,૮૨,૪૦૦ના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો ટંકારા : મોરબી એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે મિતાણા નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રક ટ્રેલરમાંથી રૂ.12.77 લાખની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ 27.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા તથા પો. કો. વિક્રમભાઇ કુંગસીયાને બાતમી મળેલ કે, મોરબી-રાજકોટ હાઇવે રોડ, મિતાણા નજીક આવેલ શીવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેઇલરમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. આ સચોટ બાતમીને આધારે શિવ પેલેસ હૉટલના ગ્રાઉન્ડમાં રેઇડ કરતા ટ્રક-ટેઇલર નંબર RJ-36-GA-3094 મા કોથળીઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બ્લેન્ડર પ્રાઇડ પ્રિમીયમ વીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૯૭૨ કી.રૂ. ૮,૨૬,૨૦૦, મેકડોવેલ નંબર વન વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૧૧૨૮ કિંમત રૂ. ૪,૫૧,૨૦૦ તથા ટાટા ટ્રક કી.રૂ.૧૫,૦૦૦.૦૦ મળી કુલ રૂ.૨૭,૮૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એલસીબી ટીમે મહેન્દ્રસિંગ ધુકલસિંગ રાવત, ખોખરી, જી.પાલી રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. જ્યારે માલ મોકાલનાર લેખરાજસીંગ (રહે બ્યાવર,ઉદયપુરરોડ, અજમેર રાજસ્થાન) તથા ટ્રક માલીક રજાક કટાત (રહે. જાકમાતકી, જી. અજમેર રાજસ્થાન) વાળાને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ લખધીરસિહ ઝાલા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, પેરોલ ફર્લો સ્કવોડના પો.હે.કોન્સ, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. સતીષભાઇ વામજા વગેરેએ કરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..