મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવમાં 'Largest Simultaneous Hindu Text Recital' નો નવો વિશ્વવિક્રમવડોદરા: BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વડોદરા મુકામે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત 2 ફેબ્રુઆરી 2026ના રોજ આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં 12,723 બાળ-બાલિકાઓએ એકસાથે સંસ્કૃત ભાષામાં 'સત્સંગ દીક્ષા' ગ્રંથનું ગાન કર્યું હતું. આ અભૂતપૂર્વ પ્રદર્શન બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં ચકાસણી કર્યા બાદ 'Largest Simultaneous Hindu Text Recital' નો સત્તાવાર વિશ્વવિક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક સિદ્ધિ મેળવનાર સહભાગી બાલિકાઓને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. 'મિશન રાજીપો' અભિયાન અંતર્ગત સંકલ્પથી પણ સવાયો લક્ષ્યાંક પૂર્ણ થયોઆ વૈશ્વિક સિદ્ધિ પાછળ એક સંકલ્પ જોડાયેલો હતો. 25 ઓક્ટોબર 2024ના રોજ મહંત સ્વામી મહારાજે દીવાળી 2025 સુધીમાં 10,000 બાળકો સંસ્કૃતમાં સમગ્ર 'સત્સંગ દીક્ષા' ગ્રંથનો મુખપાઠ કરે તેવો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા માટે BAPS દ્વારા 'મિશન રાજીપો' અભિયાન શરૂ કરાયું હતું. આશ્ચર્યજનક રીતે, ગુરુહરિના આશીર્વાદથી માત્ર 10,000 નહીં પરંતુ કુલ 15,666 બાળ-બાલિકાઓએ આ ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ કરી બતાવ્યો હતો.103 સંતો અને 17,000 સ્વયંસેવકોની મહેનત રંગ લાવીઆ ભગીરથ અને ઐતિહાસિક કાર્યને સફળ બનાવવામાં 103થી વધુ સંતો અને 17,000થી વધુ સ્વયંસેવકોએ રાત-દિવસ નિઃસ્વાર્થ સેવા આપી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું આ પ્રમાણપત્ર મેળવનાર તમામ બાલિકાઓ આ વિશ્વવિક્રમ સર્જનાર ઐતિહાસિક કાર્યક્રમની સહભાગી બની છે, અને તેઓનું નામ હંમેશા માટે આ ગૌરવશાળી સિદ્ધિ સાથે જોડાઈ ગયું છે.#MorbiUpdate #BAPS #GuinnessWorldRecord #SatsangDiksha #Vadodara #MahantSwamiMaharaj #MissionRajipo #SanskritRecital #WorldRecord #ProudMoment #HinduScripture