પ્રેસિડન્ટ તરીકે ગજેન્દ્રભાઈ મોરડીયા તથા સેક્રેટરી તરીકે પ્રતીક પાઠકની સર્વાનુમતે પસંદગીહળવદ : તા.3/7/25 ના રોજ રોટરી ક્લબ ઓફ હળવદનો 11 મો શપથગ્રહણ સમારોહ બજરંગ બેંકવેટ હોલમાં યોજાયો હતો. જેમાં વર્ષ 2025-26 ના પ્રેસિડન્ટ તરીકે ગજેન્દ્રભાઈ મોરડીયા તથા સેક્રેટરી તરીકે પ્રતીક પાઠકની સર્વાનુમતે પસંદગી થતા શપથ ગ્રહણ કર્યા હતા. ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ડિસ્ટ્રીક 3055 ના ડિસ્ટ્રીક ગવર્નર નિગમ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇનરવિલ ક્લબ ઓફ હળવદના પ્રેસિડન્ટ તરીકે પ્રવીણાબેન મોરડીયા તથા સેક્રેટરી પાયલબેન પૂજારાએ શપથ લીધા હતા. આ સાથે રોટ્રેક્ટ ક્લબના પ્રેસિડન્ટ સુખનંદન પટેલ, સેક્રેટરી પ્રમીત પટેલ, ઇંટ્રેક્ટ ક્લબના પ્રેસિડન્ટ કરણ ચાવડા, સેક્રેટરી જય દેથરીયા, એરલીએક્ટ ક્લબના પ્રેસિડન્ટ આર્યન પંડ્યા, સેક્રેટરી ધર્મવિર સિંધવ, આર.સી.સી.ક્લબ હળવદના પ્રેસિડન્ટ ગોરધનભાઇ સુરાણી, સેક્રેટરી બળદેવભાઈ પંચાસરા અને આર.સી.સી.ક્લબ ટીકરના પ્રેસિડન્ટ ભાવેશ એરવાડિયા તથા સેક્રેટરી દિનેશ એરવાડિયા ની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં વર્ષ 2024-25ના પ્રેસિડન્ટ રોહિતભાઈ મેઢાએ વેલકમ સ્પીચ આપી ક્લબ રિપોર્ટ રજુ કર્યો હતો. રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડન્ટ ગજેન્દ્ર મોરડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે હળવદમાં દાતાઓના સહયોગથી નિરાધારનો આધાર એવું રોટરી ઘરનો એક સિગ્નેચર પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે લોક ઉપયોગી સર્વિસ પ્રોજેક્ટ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જીવદયાને લગતા તેમજ પબ્લિક ઇમેજ પ્રોજેક્ટ કરી રોટરી ક્લબ ઓફ હળવદ વધુ ને વધુ કાર્યરત રહે તેવા પ્રયત્ન કરીશું. આ તકે રોટરી ડિસ્ટ્રીક 3060માં અરલી એક્ટ કમિટી ડિસ્ટ્રીક ચેર તરીકે નિમાયેલા રાજેન્દ્રસિંહ રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટોલિંગ ઓફિસર નિગમ ચૌધરીએ રોટરી ક્લબ હળવદના કાર્યોને બિરદાવી વધુ ને વધુ ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જયદીપ પટેલ M.D. પરીક્ષિત લેમીનેટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આસી.ગવર્નર ડો. અશ્વિન ગઢવી તેમજ હળવદ મામલતદાર અલકેશ ભટ્ટ તથા હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અન્ય પાડોશી ક્લબના પ્રેસિડન્ટ, સેક્રેટરીઓ તથા મોટી સંખ્યામાં રોટેરિયન ભાઈઓ-બહેનો વરસતા વરસાદમાં પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન રોટે. દિલીપભાઈ શાહે કર્યું હતું.